મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને ફટકારાયો લાખોનો દંડ, ફક્ત 2 દિવસનો આંકડો ચોંકાવનારો!

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકના નિયમ અને હેલ્મેટના નિયમોનું પ

અમદાવાદમાં હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને ફટકારાયો લાખોનો દંડ, ફક્ત 2 દિવસનો આંકડો ચોંકાવનારો!

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકના નિયમ અને હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક ટિપ્પણી કરી હતી. જે બાદ  અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ હેલ્મેટ વિનાના 6 હજારથી વધુ લોકો દંડાયા છે. જ્યારે 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

9 ઓગસ્ટે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.  જેમાં 9 ઓગસ્ટના રોજ હેલ્મેટ વિનાના 2406 વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ કરનાર 947 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 4.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

10 ઓગસ્ટે હેલ્મેટ વિનાના વાહનચાલકોને ઝડપી 20.59 લાખનો દંડ વસૂલ કર્યો

10 ઓગસ્ટે હેલ્મેટ વિનાના 4107 જેટલા વાહનચાલકોને ઝડપી 20.59 લાખનો દંડ વસૂલ કર્યો હતો જ્યારે રોંગ સાઈડમાં 196 વાહન ચાલકોને ઝડપી 3.30 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.  

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમનો પાલનને લઈને કડક ટિપ્પણી કરી હતી.અમદાવાદ શહેરમાં ટુ-વ્હીલર ઉપર વાહન ચાલક હેલ્મેટ પહેરતા નથી. હાઇકોર્ટે કરેલી ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસે 8 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ડ્રાઈવ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો