સુરતની શાળાના વાંકે વિદ્યાર્થીઓ પરેશાન, મહેશ્વરી અને અગ્રવાલ વિહારની 33 બસ ટેક્સ ન ભરાતા જપ્ત
શિક્ષણ અને સંસ્કાર આપતી શાળાઓ દ્વારા જ ટેક્સ ન ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સુરતની મહેશ્વરી તથા અગ

શિક્ષણ અને સંસ્કાર આપતી શાળાઓ દ્વારા જ ટેક્સ ન ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સુરતની મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ 33 બસો જપ્ત કરવામાં આવી છે. સુરત RTO વિભાગ દ્વારા 33 બસો જપ્ત કરવામાં આવી છે. બંન્ને શાળાઓની બસોનો વર્ષ 2020થી ટેક્સ બાકી હોવાના કારણે RTO વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને હેરાનગતિ
RTO વિભાગ દ્વારા સુરત DEOને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. શાળાના બસ સંચાલકોના વાંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી હતી. જેથી બન્ને શાળાઓને નોટિસ બાદ પણ કામગીરી ન થઈ હોવાથી આકરા પગલાં લેવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે.
જાણ કરાઈ છે-ડીઈઓ
ડીઈઓએ કહ્યું કે, તાકીદ કરવામા આવી છે. આરટીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. શાળાઓને તાકીદ કરાઈ છે કે જે બસ ચાલે છે જેમાં વિદ્યાર્થી આવે જાય છે. તે તમામને રિન્યુ અને ટેક્સની કામગીરી કરવી. જેથી વિદ્યાર્થીઓના જીવના જોખમ ન ઉભા થાય તે માટે તાકીદ કરાઈ છે. તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કાર્યવાહી બાકી હોય તે કરવા જાણ કરાઈ છે.








