દ્વારકામાં 16 કરોડથી વધુની કિંમતનું 32 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતના દરિયાકાંઠેથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. દ્વારકા અને વરવાળ

ગુજરાતના દરિયાકાંઠેથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. દ્વારકા અને વરવાળા વચ્ચે પોલીસને 32 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ દ્વારકાના વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી 30 જેટલા ડ્રગ્સના પેકેટમાં 32 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 16 કરોડથી વધુ છે.
મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા દ્વારકા જિલ્લાની દરિયાઈ પટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસ.ઓ.જી., એલ.સી.બી. અને દ્વારકા પોલીસે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.






