મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod: સ્માર્ટ સિટીમાં 300થી વધુ દુકાનો ગુમાવનારા વેપારીઓમાં રોષ, 3 વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા પાલિકામાં ઉગ્ર રજૂઆત

દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવવાની ઝુંબેશમાં 300થી વધુ દુકાનો ગુમાવનારા વેપારીઓએ વૈ

દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવવાની ઝુંબેશમાં 300થી વધુ દુકાનો ગુમાવનારા વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી છે.

શું છે સમગ્ર મામલો?

દાહોદને સ્માર્ટ સિટી બનાવવાની નેમ સાથે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત 300થી વધુ નાની-મોટી દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ એ વેપારીઓ વર્ષોથી અહીં પોતાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વેપારીઓનો આક્ષેપ છે ત્રણ વર્ષથી  વૈકલ્પિક વ્યવસ્થા માટે અનેકવાર કરી રજૂઆત કરી છતાં તંત્ર માત્ર આશ્વાસનો જ આપી રહ્યું છે. આજે વેપારીઓએ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત, વેપારીઓએ દાહોદના ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો