પંચમહાલ: મોરવા હડફમાં વીજ વાયરના સંપર્કમાં આવતા 3 યુવાનના મોત
પંચમહાલના મોરવાહડફ વિસ્તારમાં વીજ કરંટ લાગવાને કારણે ત્રણ લોકોના મોતની ઘટના સામે આવ

પંચમહાલના મોરવાહડફ વિસ્તારમાં વીજ કરંટ લાગવાને કારણે ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર આવેલ વળાંકમાં મોડી રાત્રિએ થ્રિ ફેઈઝ લાઈનનો જીવતો વિજ વાયર તૂટી પડ્યો હતો.
જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં ત્રણ યુવાનોના મોત
જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં બાઈક આવી જતાં બાઈક પણ સંપુર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. બાઈક સવાર બે સગા ભાઈ અને ભાણીયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત
બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ત્રણેયના શરીરનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.






