મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બાંકડા પર બેસવાના ઝઘડામાં શ્રમિકની હત્યા કરનારા 3 ઝડપાયા

સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષાચાલક અને મજૂર વ

સુરતમાં બાંકડા પર બેસવાના ઝઘડામાં શ્રમિકની હત્યા કરનારા 3 ઝડપાયા

સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષાચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી. 27મી તારીખે રાત્રે કતારગામ લલીતા ચોક્ડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર(24) ફૂટપાથના બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો. બાંકડા પર બેસવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો ગયોહતો.

ગણતરીના સમયમાં ભેદ ઉકેલાયો

પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જેમાં અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે ત્રણેયને ઊંચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી. જેમાં 3 શખ્સો માર મારતા દેખાયા હતા. જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષાચાલક અને તેના બે મિત્રો હોવાનું ખૂલ્યું હતું. આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

પકડાયેલા આરોપી

સોહનસિંહ મારવાડા 
રાહુલ સકપાલ 
મેહુલ ઉનાગર

આ સમાચાર શેર કરો