ગીર-સોમનાથ જિલ્લામાં 60 કિમીમાં 3 ટોલ પ્લાઝા, કોંગ્રેસના પૂર્વ MLAએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
નેશનલ હાઇવે અથોરીટી ઓફ ઈન્ડિયા - NHAIના નિયમ અનુસાર બે ટોલનાકા વચ્ચે 50 કિમીનું અંતર હોવું જોઈએ, પણ ગીર-સોમના

નેશનલ હાઇવે અથોરીટી ઓફ ઈન્ડિયા - NHAIના નિયમ અનુસાર બે ટોલનાકા વચ્ચે 50 કિમીનું અંતર હોવું જોઈએ, પણ ગીર-સોમનાથ જિલ્લામાં 60 કિમીમાં 3 ટોલ પ્લાઝા આવેલા છે અને વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ અંગે ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે મુખ્યમંત્રીને પત્ર લખી વધારાનું ટોલનાકું કઢાવવા માંગ કરી છે.
પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે પત્રમાં લખ્યું છે -
“ગીર-સોમનાથ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) હસ્તકના 50 કિ.મી.ના અંતરમાં ત્રણ ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે. (1) સોમનાથ-જેતપુર રોડ પર સોમનાથથી 12 કિમીના અંતરે ડારી ટોલનાકું આવેલ છે. (2) સોમનાથ-ભાવનગર હાઈવે પર સોમનાથથી 10 કિમીના અંતરે સુંદરપરા તથા (3) સોમનાથ-ભાવનગર હાઈવે પર સોમનાથથી 50 કિમીના અંતરે વેળવા ખાતે ટોલનાકું બનાવવામાં આવેલ છે. આમ, NHAI દ્વારા નિર્મિત 50 કિમી રોડમાં કારી, સુંદરપરા અને વેળવા ખાતે ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે.
ભારત સરકારના માન મંત્રીશ્રી નીતીન ગડકરીજી દ્વારા સંસદમાં આપવામાં આવેલ માહિતી મુજબ બે હીલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 50 કિમીનું અંતર હોવું જોઈએ. પરંતુ અહીં તો 60કિમીમાં ત્રણ ટોલ પ્લાઝા છે એટલે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સંસદના માધ્યમથી ભારતીય નાગરીકોને આપવામાં આવેલ સંદેશ NHAIના અધિકારીઓ સમજી શકતા ન હોય અથવા એજન્સી સાથે મિલીભગતથી નિયમીનું ખોટું અર્થઘટન કરીને એજન્સીને ફાયદી પહોંચાડવાનું કારસ્તાન ભ્રષ્ટ અધિકારીઓ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાત NHAIના અધિકારીઓ આ પહેલાં પણ રાજકોટ-પોટીલા વચ્ચે એક ગેરકાયદેસર ટોલ પ્લાઝા ઉભું કરી કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતથી કરોડો રૂપિયા ઉપરાવેલ હતા. જાગૃત નાગરીકોની ફરીયાદ અને નામદાર કોર્ટમાં જવાના અનુસંધાને બેક વર્ષ બાદ ટોલનાકું બંધ કરવાની ફરજ પડેલ.
આથી, ગીર સોમનાથ જિલ્લામાં 50 કિમીમાં બાવતા ત્રણ ટોલ પ્લાઝા બાબતે તપાસ કરાવીને કેન્દ્રીય મંત્રીશ્રી નીતીન ગડકરીશ્રીએ સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર જળવાઈ તે રીતે વધારાના ટોલ પ્લાઝા બંધ કરવ હટાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે.”








