અમદાવાદ : 3 વહીવટદાર પોલીસકર્મીઓએ બદલી સામે હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશન પરત ખેંચી
Ahmedabad News : રાજ્યના DGPએ 19-11-2024 અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 13 વહીવટદાર પોલ

Ahmedabad News : રાજ્યના DGPએ 19-11-2024 અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 13 વહીવટદાર પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલીઓ કરી હતી. આ બદલીઓ સામે 13માંથી 3 વહીવટદારોએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી.
આ 3 વહીવટદારોએ કરી હતી રિટ પિટિશન
- કેયુર ધીરુભાઈ બારોટ - જુનાગઢમાં બદલી
- સિરાજ રજાક મન્સૂરી - પોરબંદરમાં બદલી
- સમીઉલ્લાં યાવરમિયાં ઠાકોર - રાજકોટ ગ્રામ્યમાં બદલી
તમામ પોલીસકર્મીની મિલકત અંગે DGPએ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપી તપાસ સોંપી હતી. આ કેસની મુદ્દતમાં પોલીસ વિભાગે 13 વહીવટદાર પોલીસકર્મીઓની સંપત્તિ અંગે વિગતવાર અહેવાલ પાઠવ્યો હતો. પોલીસ વિભાગને મળેલી તેઓની મિલકતો, બેંક એકાઉન્ટ સહિતની અરજીઓને લઈને અહેવાલ રજૂ કરાયો હતો. અંતે ત્રણેય પોલીસકર્મીએ પોતાની રિટ પિટિશન વિડ્રો કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે આ વિગતોનો રિપોર્ટ આપતા રિટ પિટિશન વિડ્રો કરી
સ્ટેટ મોનીટરીંગ સેલે આ 3 પોલીસકર્મીઓની સ્થાવર/જંગમ મિકલતો, બેંક એકાઉન્ટ, તેઓના રહેણાંક ઘરનું રાચ-રચીલુ, ફિક્સ ડીપોઝીટ, ડીમેટ એકાઉન્ટ, શેર-બોન્ડ, વિદેશ પ્રવાસની ટ્રાવેલીંગ હિસ્ટ્રી વિગેરેની વિગતો, ગુનાહિત ઈતિહાસ, જાહેરહિતમાં જિલ્લા બદલી કરવા અંગેની સત્તાના પત્રો વિગેરેના બિડાણ સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિગતવારનો અહેવાલ પાઠવતાં, ઉપરોક્ત ત્રણેય પોલીસ કર્મચારીઓના વકીલ દ્વારા ત્રણેય પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી રીટ પીટીશન વિડ્રો કરવામાં આવી છે.






