મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શામળાજી હાઈવે પર ભયાનક અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જા

શામળાજી હાઈવે પર ભયાનક અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહનને  બાઈકને ટક્કર મારી હતી. બાઈકસવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

બાઈક સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

અકસ્માતને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા LCB, સ્થાનિક તથા અન્ય પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી શરૂ

પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. લોકોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે સર્વિસ રોડ પરથી પસાર થતા ભારે વાહનો ના કારણે વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે.

આ સમાચાર શેર કરો