સુરેન્દ્રનગર: રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3ના મોત
Surendranagar News:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના

Surendranagar News:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે.
બે બાળકો, એક વૃદ્ધાનું મોત
લીંબડીના રળોલ ગામે રહેણાંક મકાન પાસે પાર્ક કરેલી પીકઅપ વાનમાંથી ડિઝલ લીક થવાના કારણે આગ લાગી હતી. પીકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાયટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ લાગતા બાજુના ઘરમાં રહેલા બે બાળકો અને એક વૃદ્ધાનું દાઝી જવાથી મોત નિપજ્યા છે. આગના આ બનાવમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. આગ કાબુમાં આવ્યા બાદ જ સાચો મૃત્યુઆંક બહાર આવશે.


