VIDEO: સુરત નજીક કારમાં લાગી આગ, નેશનલ હાઈવે પર મચી ગઈ અફડાતફડી
સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર એક કારમાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી
સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર એક કારમાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી. કોસંબા ઓવરબ્રિજ પર સ્વિફ્ટ કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. બીજી તરફ હાઇ વે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. કોસંબા પોલીસ અને NHAIની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કારમા સવાર 2 લોકોનો બચાવ થયો હતો. કાર ચાલક સુરતથી ભરૂચ જઈ રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.


