મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં દોડતી AC બસના ટાયરમાં લાગી આગ, મુસાફરોમાં મચી અફડાતફડી

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવાઈ રહ્યો નથી. ત્યારે રસ્તા

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવાઈ રહ્યો નથી. ત્યારે રસ્તા પર દોડતી બસમાં આગ લાગી ગઈ હતી. સારોલી-કડોદરા રોડ પર દોડતી BRTS બસમાં આગ લાગી હતી. ટાયરના ભાગથી આગ લાગી હતી. જેથી બસમાં સવાર મુસાફરોમાં ભયની સાથે અફડાતફડી ફેલાઈ ગઈ હતી. બસમાં રહેલા ફાયરના સાધનો સાથે આગ પર કાબૂ ન મેળવાતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આ સમાચાર શેર કરો