મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર / જોરવરનગરમાં 3 માસની માસુમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા

સુરેદ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જોરાવરનગરમાં રહેતા પ

સુરેન્દ્રનગર / જોરવરનગરમાં 3 માસની માસુમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા

સુરેદ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જોરાવરનગરમાં રહેતા પરિવારની 3 માસની બાળકી બીમાર હોવાથી તેને હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ આ માસૂમના શરીર પર અગરબત્તીના ડામ આપ્યા હતા.

ભુવાએ બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ અગરબત્તીના ડામ દીધા

જોરાવરનગરમાં રહેતો આ પરિવાર ખેત મજૂરી કરે છે અને રેલવે ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાળકીનો પરિવાર માતાજી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. અહીં ઝૂંપડપટ્ટીમાં એક ભુવો રહે છે, તેના સંપર્કમાં પણ આ પરિવાર રહેતો હતો. બાળકી બીમાર પડી હતી. તાવ, શરદી રહેતા હતા. પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હશે. પણ પરિવારને શું સુજ્યું કે, 3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા અહીં ભુવાને હવાલે બાળકીને કરી દીધી. ભુવાએ બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ અગરબત્તીના ડામ દીધા.

આ પણ વાંચો : પેટ્રોલ 500 રૂપિયા થાય તો પણ મોદી જ જોઈએ, અંધભક્તો વધારે છે ભાજપનો અહંકાર, શક્તિસિંહના પ્રહાર

એક દિવસ બાદ તબિયત લથડતા બાળકીને રાજકોટ ખસેડાઈ

પ્રથમ દિવસ જતો રહ્યો પણ બીજા દિવસે બાળકીની તબિયત વધુ ખરાબ થઈ. તેને પ્રથમ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી ડોકટરોએ તપાસતા બાળકીના શરીરે ડામના નિશાન હોય, તબિયત વધુ લથડતી હોય તેવું જણાતા ડોકટરે રાજકોટ રીફર કરવાની સલાહ આપતા, તત્કાલ એમ્બ્યુલન્સ મારફત માસૂમ બાળાને રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવેલ. અહીં ફરજ પરના ડોકટર સ્થિતિ સમજી ગયા અને બાળકીને તત્કાલ સારવારમાં ખસેડી હતી. 

ઝનાના હોસ્પિટલના બાળ નિષ્ણાંત ડોકટરે બાળકીની સારવાર શરૂ કરવા સાથે સાથે અહીંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એમએલસી દાખલ કરાવી પોલીસને સત્તાવાર વિગતો આપી હતી. સ્થાનિક પોલીસે જોરાવરનગર પોલીસ મથકે જાણ કરતા બનાવની હકીકત જાણવા જોરાવરથી રાજકોટ આવવા પોલીસ સ્ટાફ રવાના થઈ ગયો હોવાનું જાણવા મળ્યું  છે.

પિતાની ગંભીર બીમારી બાળકીને લાગુ ન પડે તે માટે ભુવા પાસે લઈ ગયાનો તર્ક 

પરિવારના જણાવ્યા મુજબ, માસૂમ બાળકી એક ભાઈ એક બહેનમાં નાની છે. તેના પિતાને પણ ગંભીર બીમારી છે.  બાળકી પણ થોડા સમયથી બીમાર હોય, પિતાની બીમારીની અસર થઈ હોય તેવું પરિવારને લાગતા દવા સાથે દુવા પણ કામ લાગે તેવી આશા સાથે ભુવા પાસે ગયા હતા. પણ ભુવાએ માસૂમના શરીર પર ડામ દેતા તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી.

આ સમાચાર શેર કરો