મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર 3 ઈંચ વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે, ગ્રામ્ય વિસ્તારને પાણીની સમસ્યાથી મળશે મુક્તિ

મધ્યપ્રદેશમાંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવાદોરી સમાન છે. વિતેલા 24 કલાકમાં છો

છોટાઉદેપુર 3 ઈંચ વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે, ગ્રામ્ય વિસ્તારને પાણીની સમસ્યાથી મળશે મુક્તિ

મધ્યપ્રદેશમાંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવાદોરી સમાન છે. વિતેલા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી છોટાઉદેપુર તાલુકામાં ખબકાતા ઓરસંગ નદી બે કાંઠે આવી હતી. 

નદી કાંઠે 400 ગામ

ઓરસંગ નદીમાં પાણી આવે છે. ત્યારે આ નદીના કિનારે 400થી વધુ ગામો આવે છે. આ વર્ષે ઓરસંગ નદીમાં સતત પાણીનું જળસ્તર વધતું રહ્યું છે. જ્યારે આ નદીમાં સફેદ રેતી હોવાથી શરૂઆતમાં આવેલું પાણી નદીમાં સમાઈ ગયું હતું. જેનાથી નદીમાં આ વર્ષે શિયાળામાં સિંચાઇ માટે અને પીવાના પાણી માટે ઘણું ઉપયોગી સાબિત થશે.

ગામડાઓને ફાયદો થશે

નદી કિનારાના ગામડાઓમાં વોટરવર્કસના પાણી પણ ઓરસંગ નદીમાંથી છોટાઉદેપુર શહેરને અને બોડેલી શહેરને અને પાવી જેતપુરને જબુંગામને મળે છે. આ તાલુકા મથકના ગામડાઓને ઘણો મોટો ફાયદો થશે. 

આ સમાચાર શેર કરો