મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડાઃ 1 કરોડની લૂંટની ઘટનામાં 3 આરોપી ઝડપાયા, 72 કલાકમાં પોલીસને મળી સફળતા

ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર થયેલી 1 કરોડની લૂંટના કેસમાં પોલીસે માત્ર 72 કલાકમાં મોટી સફળતા

ખેડાઃ 1 કરોડની લૂંટની ઘટનામાં 3 આરોપી ઝડપાયા, 72 કલાકમાં પોલીસને મળી સફળતા

ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર થયેલી 1 કરોડની લૂંટના કેસમાં પોલીસે માત્ર 72 કલાકમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને લૂંટમાં ગયેલા 1 કરોડ પૈકી 68.03 લાખ રૂપિયા રિકવર કર્યા છે. ખેડા એસ.પી. રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીની સાંજે બેટડીલાટના બ્રીજ પાસે બનેલી ઘટનામાં ઈકો કારમાં આવેલા લૂંટારુઓએ રિક્ષામાંથી 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી લીધો હતો. 

આ પણ વાંચોઃ ખેડા અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે 1 કરોડની લૂંટ, અનાજના વેપારીને ખંખેરી લૂંટારુઓ ફરાર

ખેડા પોલીસની મહેનતને પગલે એક કરોડની ટીપ આપનાર રાહીદ સૈયદ ઝડપાયો છે. આ સાથે રૂપિયા રાખનાર બે આરોપીઓ પણ પકડાયા છે. મુજીબ મલેક અને ઇલ્યાસ મન્સૂરી નામના બે આરોપીઓએ પૈસા સાચવ્યા હતા. લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને એક ટૂ વહીલર પણ કબજે કરાયું છે. પોલીસે 1 કરોડની લૂંટમાંથી 68.3 લાખ રૂપિયાની રોકડ પણ કબજે કરી છે. ઇકોમાં લૂંટ કરનારામાં હજુ પાંચ જણા ફરાર છે. 

સમગ્ર મુદ્દે ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, 'અન્ય આરોપીમાં રાહિદ સૈયદની પત્ની પણ આ લૂંટમાં સામેલ છે. ઈકો ગાડીની અંદર જે ચાર લોકો આવ્યા હતાં, તેમાંથી ત્રણના નામ પોલીસને મળી ગયાં છે. જેની પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય એક નામ વિશે માહિતી મળી નથી જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લેવામાં આવશે.'

ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ સખ્ત કડકાઈ સાથે તપાસ આદરી હતી. 

ખેડાના વડાલા નજીકના બ્રિજ ઉપર 21મી જાન્યુઆરીના રોજ ઈકો કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા છે. આ વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચારથી 5 શખસો લૂંટ ચલાવી હતી.

આ સમાચાર શેર કરો