અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક જ રાતમાં 3 અકસ્માતોની ઘટના, દુર્ઘટનામાં કુલ 3ના મોત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં લોકોના મોતના અહેવાલ પમ સતત સામે આવતા રહેતા હોય છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક જ રાત્રીમાં 3 અકસ્માતોની ઘટના સર્જાઈ હતી. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી.
આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા
આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
આગમાં ભડથું થયેલા બે મૃતદેહોને પતરા કાપીને બહાર કાઢ્યા
અમદાવાદના બગોદરા હાઈવે પાસે થયેલા અકસ્માતમાં આગમાં ભડથું થયેલા બે મૃતદેહોને અકસ્માતગ્રસ્ત વાહનના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાલનપુર: હૈયું બેસી જાય તેવી ઘટના, ગેસ ગીઝરના લીધે ગૂંગળામણથી સગીરાનું તડપી તડપીને મોત
કાનપર પાટિયા નજીક આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
અમદાવાદ-રાજકોટ હાઈવેના કાનપર પાટિયા નજીક આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગરના લીંબડીના પરશુરામધામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડીના પરશુરામધામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે આ તમામ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.








