મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એશિયાનું ઘરેણું સાવજ સંકટમાં, બે વર્ષમાં 307માંથી અધધ 256 સિંહોના કમોત

એશિયાના ઘરેણા સમાન ગીરના સિંહોની કેવી દયનીય હાલત છે તેનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. 1 ઓગસ્ટ 2023થી બે વર્ષ દર

એશિયાનું ઘરેણું સાવજ સંકટમાં, બે વર્ષમાં 307માંથી અધધ 256 સિંહોના કમોત

એશિયાના ઘરેણા સમાન ગીરના સિંહોની કેવી દયનીય હાલત છે તેનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. 1 ઓગસ્ટ 2023થી બે વર્ષ દરમ્યાન કુલ ૩૦૭ સિંહોના મોત થયા છે તેમાંથી માત્ર 51  સિંહોના જ કુદરતી મોત થયા છે, જ્યારે રપ૬ સિંહોના કમોતનો સત્તાવાર ઘટસ્ફોટ થયો છે. વિધાનસભાના સત્રમાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં વનમંત્રીએ જવાબ રજૂ કર્યો છે.

સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવતું હોવા છતાં અકુદરતી મોતને અટકાવવામાં વનતંત્ર નિષ્ફળ હોવાનું કમોતના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.જે આંકડો જાહેર થયો છે તે મુજબ આગલા વર્ષે 60 અને ચાલુ વર્ષે 81 સિંહોના બિમારીથી મોત થયા છે. બિમારી બાદ સૌથી વધુ મોત આંતરીક લડાઈના કારણે થયા છે. ત્યારબાદ ખુલ્લા કુવા સિંહો માટે મોત બની ઝળુંબી રહ્યા છે.

બે વર્ષમાં કુવામાં પડવાથી 20 સિંહોના મોત થયા છે અને પાણીમાં ડુબી જવાના કારણે 9 સિંહોના મોત થયા છે.સરકાર દ્વારા બે વર્ષમાં અકુદરતી મૃત્યુંના કિસ્સામાં તકેદારી માટે 37.36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વનતંત્રએ સિંહોને તુરંત સારવાર મળી રહે તે માટે ઠેકઠેકાણે હોસ્પિટલો ખડકી દીધી છે. 

આ સમાચાર શેર કરો