મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયામાં બોટ વચ્ચે અકસ્માત, ટક્કર મારી નાસી છૂટેલી બોટની માહિતી આપનારને 25 હજારનું ઇનામ

દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયામાં બોટ વચ્ચે અકસ્માત, ટક્કર મારી નાસી છૂટેલી બોટની માહિતી આપનારને 25 હજારનું ઇનામ — સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયાકાંઠે માછીમારી કરી રહેલી 'મા સાકરી આઈ કૃપા' નામની બોટ અને અન્ય અજાણી બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બોટ ડૂબી જવાથી ભંગાર હાલતમાં તેને અન્ય બોટ સાથે બાંધીને કિનારે લાવવામાં આવી છે, જો કે બોટના તમામ માછીમારોનો આબાદ બચાવ થયો છે પરંતુ અંદાજે 5 થી 7 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. ટંડેલની માહિતી મુજબ અકસ્માત સર્જીને નાસી છૂટેલી અજાણી બોટ ખાખી રંગની છે, જેના પર 'ઓમ ફાઈબર'નું નિશાન અને લાલ વાવટો લગાયેલો છે.

આ સમાચાર શેર કરો