મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર પર તવાઈ, પોલીસની 25 ટીમોએ રસ્તા પર ઉતરી 1274 ચાલકો સામે કરી કાર્યવાહી

સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જાણે નિયમોનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે.

સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર પર તવાઈ, પોલીસની 25 ટીમોએ રસ્તા પર ઉતરી 1274 ચાલકો સામે કરી કાર્યવાહી

સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જાણે નિયમોનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે. ત્યારે વાહનચાલકો સામે લાલ આંખ કરતાં પોલીસે એક સાથે શહેરભરમં 25 ટીમો રસ્તા પર ઉતારી હતી. જેમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતાં રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહનચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ 830 રોંગ સાઈડ વાહન વાહનચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે.

સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ

રવિવારના એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ વરાછા મેન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા હતાં. પોલીસના 4 રિજિયનની 25 ટીમોએ રવિવારે સવારે તેમજ સાંજે પિક અવર્સમાં રોંગસાઇડ પરથી જતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા રવિવારે સવારેથી સ્પેશિયલ ડ્રાઇવ રાખી હતી. જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઇડ પરથી આવતા 1274 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.

ઈ-ચલણ ઈશ્યુ

સ્થળ પર વાહનચાલકોએ દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ-ચલણ ઇશ્યુ કરી દીધા હતા. ભૂતકાળમાં સ્થળ પર દંડની રકમ ન ભરવા બાબતે પોલીસ સાથે વાહનચાલકોની માથાકૂટ થતી હતી જો કે હવે ઈ-ચલણને કારણે આવી માથાકૂટ થતી નથી.

આ સમાચાર શેર કરો