મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાકિસ્તાનની જેલમાં કેદ 22 ભારતીય માછીમારો મુક્ત કરાયા, વાઘા બોર્ડરથી કબ્જો મેળવી વેરાવળ લવાશે

ગીર સોમનાથમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા 22 ભારતીય માછીમારોને

પાકિસ્તાનની જેલમાં કેદ 22 ભારતીય માછીમારો મુક્ત કરાયા, વાઘા બોર્ડરથી કબ્જો મેળવી વેરાવળ લવાશે

ગીર સોમનાથમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા 22 ભારતીય માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વર્ષ 2021-22માં પકડવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સિકયુરિટી દૂરા દ્વારા પકડીને લાડી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આજે પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા છે. ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોનો કબ્જો મેળવી તેમને વેરાવળ લાવવામાં આવશે.

જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું હતું. ઉનાના સોખડાના માછીમારીનું બીમારીના લીધે 23 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોખડાના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારની અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો