મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ 22 માછીમારો વડોદરા પહોંચ્યા, બસ મારફતે તેમના વતન મોકલાશે

પાકિસ્તાન જેલમાંથી છૂટીને પરત ફરેલા માછીમારોને વડોદરા રેલવે

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ 22 માછીમારો વડોદરા પહોંચ્યા, બસ મારફતે તેમના વતન મોકલાશે

પાકિસ્તાન જેલમાંથી છૂટીને પરત ફરેલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે લાવામાં આવ્યા હતા. 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારોમાં મોટાભાગના પોરબંદર અને જામનગરના વતની છે. જેમને પાકિસ્તાન દ્વારા વાઘા બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ટ્રેન મારફતે વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ માછીમારોને બસ મારફતે તેમના પોતાના વતન રવાના કરવામાં આવી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાકિસ્તાન ખાતે 195 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તેમના વતન ખાતે બસ મારફતે મોકલવામાં આવશે.

આ સમાચાર શેર કરો