મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

થાન નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પહેલા ભાજપના 22 સભ્યો ગુમ, અંદરોઅંદર ખેંચતાણ વધી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. હવે રાજ્યની નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની

થાન નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પહેલા ભાજપના 22 સભ્યો ગુમ, અંદરોઅંદર ખેંચતાણ વધી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. હવે રાજ્યની નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર થશે.આ પહેલા ભાજપના 22 સભ્યો ગુમ થઇ ગયા છે. 

ભાજપના 22 સભ્યો ગુમ

થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય તે પહેલા જ ભાજપના 22 સભ્યો ગુમ થઇ ગયા છે. દહેગામ પાસે આવેલા ચામુંડા ફાર્મ હાઉસમાં આ ગુમ સભ્યોને રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ભાજપમાં અંદરોઅંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલા ખેંચતાણ વધી છે.

ભાજપના સભ્યોને મનાવવાના આગેવાનોએ મનામણા શરૂ કર્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પહેલા બેઠકો કરવાની ખાતરી આપવામાં આવી છે. થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પહેલા ભાજપની ચિંતા વધી ગઇ છે.

આ સમાચાર શેર કરો