મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Plane Crash News: 210 મૃતદેહ પરિવારને સોંપાયા, 44 વિદેશી નાગરિકો હોવાનો ખુલાસો

Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૧ મૃતકોના ડીએનએ સે

Plane Crash News: 210 મૃતદેહ પરિવારને સોંપાયા, 44 વિદેશી નાગરિકો હોવાનો ખુલાસો

Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૧ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી ૨૧૦ મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે. ૧૦ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે જ્યારે ૮ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૧૦ મૃતકોમાં ૧૫૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૧ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.

ભારતીય નાગરિકોમાં વડોદરા ૨૧, ખેડા ૧૧, અમદાવાદ ૬૦, મહેસાણા ૬, બોટાદ ૧,  જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૩, ભરૂચ ૭, સુરત ૧૧, પાલનપુર ૧,  ગાંધીનગર ૬,  મહારાષ્ટ્ર ૨,  દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૧,  મુંબઈ ૯, નડિયાદ ૧ , જામનગર ૨, પાટણ ૨, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો