મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીના તોરણીયા ગામમાં 21 વર્ષીય યુવતીની હત્યા કરી હત્યારા યુવકે કર્યો આપઘાત

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં 21 વર્ષીય યુવતીનું ગળું

ધોરાજીના તોરણીયા ગામમાં 21 વર્ષીય યુવતીની હત્યા કરી હત્યારા યુવકે કર્યો આપઘાત

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં 21 વર્ષીય યુવતીનું ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવતીની હત્યા કરનાર હત્યારા યુવકે પણ આપઘાત કરી લીધો છે. 

ખેતમજૂરી કરી પર ફરી રહેલી યુવતીની હત્યા

ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધોરાજીના તોરણીયા ગામમાં ખેતમજૂરી કરી પોતાના ઘર તરફ પર ફરી રહેલી હસમતી ડાભી નામની 21 વર્ષીય યુવતીની તોરણીયા ગામમાં જ રહેતા 22 વર્ષીય જીગ્નેશ ઉર્ફે બાલો દેગામાએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. 

યુવતીની હત્યા કર્યા બાદ યુવકે આપઘાત કર્યો

21 વર્ષીય યુવતી હસમતી ડાભીની હત્યા કર્યા બાદ હત્યારા યુવક જીગ્નેશે ઝેરી દવા લીધી હતી, જેમાં તેનું મોત થયું છે. મૃતક યુવતી અને હત્યારા યુવક બંને મામા-ફોઈના દીકરાદીકરી હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વિગતો મળી રહી છે. 

આ સમાચાર શેર કરો