VIDEO: સોજીત્રામાં નહેરનું ૨૦ ફૂટનું ગાબડું પડતા ગામ જળબંબાકાર, ૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
આણંદ જિલ્લાના સોજીત્રા નજીક નડિયાદ–માહિયારી કેનાલમાં અંદાજે 20 ફૂટ

આણંદ જિલ્લાના સોજીત્રા નજીક નડિયાદ–માહિયારી કેનાલમાં અંદાજે 20 ફૂટનું ગાબડું પડતાં ગામમાં પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી અન્નપૂર્ણા મંદિર વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે. વધુ નુકસાન અટકાવવા કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે અને ગાબડું પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.



