મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના સોજીત્રામાં હાર્ડવેરની દુકાન બળીને ખાખ

આણંદના સોજીત્રા વિસ્તારમાં મોડી રાત્રે શંભુપુરા નાકા પાસે આવેલા નીલકંઠ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લા

આણંદના સોજીત્રા વિસ્તારમાં મોડી રાત્રે શંભુપુરા નાકા પાસે આવેલા નીલકંઠ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની. આગની જાણ થતાં જ આણંદ, બોરસદ, પેટલાદ અને સોજીત્રાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવીને પ્રયાસો હાથ ધર્યા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, અને ફાયર બ્રિગેડની ટીમો આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે.   

આ સમાચાર શેર કરો