મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMCની ઘોર બેદરકારી સામે આવી, અર્બન હેલ્થ સેન્ટરમાં 20 ખોખા ભરેલી દવાઓ જોવા મળી કચરામાં

અમદાવાદ શહેરમાં એક હેલ્થ સેન્ટરમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવ

AMCની ઘોર બેદરકારી સામે આવી, અર્બન હેલ્થ સેન્ટરમાં 20 ખોખા ભરેલી દવાઓ જોવા મળી કચરામાં

અમદાવાદ શહેરમાં એક હેલ્થ સેન્ટરમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં ઈન્ડિયા કોલોની વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં ગરીબોને મળતી દવાઓ કચરાની હાલતમાં જોવા મળી હતી. આ મામલે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ફાર્માસિસ્ટના જણાવ્યા પ્રમાણે ઈન્સપેક્શન આવવાનું હોવાથી દવા બહાર મૂકવામાં આવી હતી. તેમાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પૂરતી જગ્યા છે ક્યારેક કોઈ વાર જગ્યાનો અભાવ થાય તો ઉચ્ચ અધિકારી ને જાણ કરી શકાય. હેલ્થ સેન્ટર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે સ્વીકાર્ય નથી.

સરકાર અનેક પ્રયત્નો કરે કે લોકોને દવા મળી રહે પરંતુ દવાઓ કચરામાં જોવા મળી રહી છે. દવાઓને નિશ્ચિત તાપમાન સાથે હાઈજેનિક જગ્યા પર રાખવાના સ્થાને ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ કચરામાં પડી રહી છે. આશરે 20 ખોખા જેટલી દવાઓ કચરાની હાલતમાં જોવા મળી હતી. એક્સપાયરી ડેટ થયેલી દવાઓ અને એક્સપાયરી ડેટ ન થયેલી દવાઓ પણ કચરામાં જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય પાછળ બજેટ તો ફાળવે છે પરંતુ તે દવાઓ કચરામાં જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો