સુરેન્દ્રનગર: અણીન્દ્રા નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં 2 યુવકો ડૂબ્યા, બંનેના મોત
સુરેન્દ્રનગરના અણીન્દ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં 2 યુવકોના ડૂબી જવાથી મ

સુરેન્દ્રનગરના અણીન્દ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં 2 યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બંને યુવકો પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણીન્દ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં બંને યુવકો પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા. જોકે, પગ લપસતા બંને યુવકો કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેતરની ઓરડીમાં વાયરિંગ કામ માટે ગયા હતા જે દરમિયાન તરસ લાગતા કેનાલમાં પાણી પીવા ઉતર્યા હતા. આ બંને યુવકો સુરેન્દ્રનગરના રતનપરના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો
બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે જોકે, હજુ એક યુવકની શોધખોળ જારી છે.








