દહેજમાં દેશી બનાવટનો તમંચો વેચવા નીકળેલા 2 ઝડપાયા, 15 હજારનો મુદ્દામાલ કરાયો કબ્જે
દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની અટકાયત કરી આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવ

દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની અટકાયત કરી આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડીયા એસીડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે.
વેચવા માટે આવ્યો હતો
બાતમીના આધારે દોડી જઈ દરોડા પાડતા આરોપી પાસેથી તમંચો અને જીવતો કારતુસ મળી આવ્યો હતો. આ તમંચો આરોપીએ તેની સાથે કંપનીમાં નોકરી કરતા અને ભાડભૂત ખાતે રહેતા મેહુલ માછીને વેચાતો આપવા માટે તમંચો તેના વતનથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
કેટલા હથિયાર લાવ્યા તેની તપાસ
પોલીસે બન્ને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ હથિયાર ક્યાં કામ માટે લેવાના હતા તેમજ આ રીતે અગાઉ કોઈ બીજા હથિયાર પણ લાવવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.








