મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahalના હાલોલમાં વરસાદી પાણીમાં 2 લોકો તણાયા, મહિલાનો મૃતદેહ મળ્યો તો 1નો બચાવ

Panchmahal News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે, ઠેર ઠેર વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એ

Panchmahalના હાલોલમાં વરસાદી પાણીમાં 2 લોકો તણાયા, મહિલાનો મૃતદેહ મળ્યો તો 1નો બચાવ

Panchmahal News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે, ઠેર ઠેર વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં પંચમહાલમાં ભારે વરસાદને કારણે માણસો તણાવાની સ્થિતિ બનવા પામી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભારે વરસાદને કારણે એક પુરુષ અને મહિલા તણાયા હતા. જેમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લામાં હાલોલની યમુના કેનાલ પાસે લાકડાની કેબિનમાં બેઠેલા પુરુષ અને મહિલા પાણીમાં તણાયા હતા. જેમાંથી પુરુષનો બચાવ થયો હતો જયારે પાણીમાં તણાયેલી મહિલાનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો