મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લીંબડી ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

સુરેન્દ્રનગર: લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્ર

લીંબડી ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

સુરેન્દ્રનગર: લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહ કારમાં ફસાઈ ગયા હોવાથી ક્રેનની મદદ અને કારના પતરા ચીરીને બહાર કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

સમગ્ર મામલે વઢવાણ પોલીસને ઘટનાની જાણ થતા બલદાણા પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક કોણ છે અને ક્યા ગામના છે તેની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો