મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાની બજેટની સભામાં આક્ષેપ પ્રતિઆક્ષેપથી હોબાળો, વિપક્ષી નેતા સહિત 2 સભ્યો સસ્પેન્ડ

સુરત પાલિકાના દસ હજાર કરોડથી વધુના બજેટ માટે આજે સામાન્ય સભા શરૂ થઈ હતી. બે દિવસ માટેની આ

સુરત પાલિકાની બજેટની સભામાં આક્ષેપ પ્રતિઆક્ષેપથી હોબાળો, વિપક્ષી નેતા સહિત 2 સભ્યો સસ્પેન્ડ

સુરત પાલિકાના દસ હજાર કરોડથી વધુના બજેટ માટે આજે સામાન્ય સભા શરૂ થઈ હતી. બે દિવસ માટેની આ સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બજેટ દરમિયાન શાસકોએ પોતાની પીઠ થાબડી વિપક્ષે શાસકોની નિષ્ફળતા ઉજાગર કરી હતી. બજેટની ચર્ચા પહેલાં જ મેયરે અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્ર સરકારના "એક રાષ્ટ્ર એક ચૂંટણી" ના ખરડાને સમર્થન આપતી દરખાસ્ત મૂકી હતી. જોકે વિપક્ષ દ્વારા આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.બહુમતી થી આ દરખાસ્ત મંજૂર કરી રાષ્ટ્રપતિને મોકલી આપવા ઠરાવ્યું હતું.મહાનગર પાલિકા ના કોન્ટ્રાક્ટ ના હપ્તા કમલમ માં જતા હોવાના વિપક્ષ ના આક્ષેપ થી સુરત મહાનગર પાલિકાની બજેટ ની સામાન્ય સભા માં હોબાળો આમ આદમી પાર્ટી ના રચના હીરપરા અને મહેશ અણધડ સસ્પેન્ડ કર્યા હતાં. મેયર અધક્ષ સ્થાને થી પક્ષાપક્ષી કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતા પાયલ સાકરીયા એ ઊગ્ર વીરોધ કરતા મેયરે વિપક્ષી નેતા ની સસ્પેન્ડ કર્યાં હતાં.

નિષ્ફળતા છુપાવવાના આક્ષેપ

ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત દ્વારા દબાણની સમસ્યાની ચર્ચા દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર અને સુરત પાલિકા માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે તેથી માથાભારે તત્વોમાં શાસકોના બુલડોઝરનો ડર છે. તેમની આ ટિપ્પણી સામે વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કહ્યું હતું કે, હાલ જે માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર હાલ બુલડોઝર ફેરવી ડિમોલીશન થઈ રહ્યું છે તે ભાજપ શાસકોની નિષ્ફળતા છુપાવવાનું અભિયાન છે. આ માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ હાલના નથી પરંતુ વર્ષોથી આ ગેરકાયદે બાંધકામ છે તેની સામે અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પરંતુ હાલ નિષ્ફળતા છુપાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

શહેરના સાંકડા રસ્તા પરની માર્કેટ જોખમી : મનીષા કુકડીયા 

વિપક્ષના કોર્પોરેટેર મનીષા કુકડીયાએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી અને બે દિવસ આગ કાબુમાં આવી તો એન.ઓ.સી. આપવાનારી એજન્સી સામે કેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી. શહેરના સાંકડા રસ્તા પર પણ માર્કેટ બનાવી છે તે ઘણી જોખમી છે આ માર્કેટને નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી થતી ન હોવાથી અકસ્માત થઈ રહ્યાં છે. ફાયર વિભાગમાં અનેક કર્મચારીઓની જગ્યા ખાલી છે તેને તાત્કાલિક ભરવી જોઈએ. 

જાહેર રસ્તા પર પાલિકાની દબાણ દુર કરવાની કામગીરી ઝીરો : કુંદન કોઠીયા

પાલિકાની બજેટની સામાન્ય સભામાં પોતાનો મત રજૂ કરતા વિપક્ષના કોર્પોરેટર કુંદન કોઠીયાએ કહ્યું હતું. પાલિકાએ ઝીરો દબાણ રૂટ જાહેર કરવામા આવ્યા છે પરંતુ તેનો અમલ થતો ન હોવાથી ભારે દબાણ થઈ રહ્યાં છે અને રસ્તા સાંકડા થતાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે અને રસ્તા પર કન્ડમ વાહનોની સમસ્યા વધી રહી છે તેના કારણે  સફાઈની સમસ્યા પણ થઈ રહી છે જે પાલિકાની નબળાઈ છે. પાલિકા અને પોલીસની બેદરકારીના કારણે દબાણની સમસ્યા વધી રહી છે. વડાપ્રધાન આવે તો દબાણ હટાવવામાં આવે તો અન્ય દિવસોમાં કેમ દબાણ દુર થતા નથી. વરાછા રોડ વિસ્તારમાં ભાજપના નેતાઓ ચુંટાયેલા પ્રતિનિધિઓ આંખો બંધ કરી ચાલે છે તેથી દબાણ દેખાતા નથી. શિક્ષણ સમિતિના ગેટ પર નોનવેજ માર્કેટ ભરાઈ રહી છે તેથી વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે.

આ સમાચાર શેર કરો