મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આહિર સમાજના સમૂહલગ્નમાં 189 યુગલો પાડશે પ્રભુતામાં પગલાં, 4000 સ્વયંસેવકો રહેશે ખડેપગે

સુરતમાં વસતા આહિર સમાજના 31માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે

સુરતમાં આહિર સમાજના સમૂહલગ્નમાં 189 યુગલો પાડશે પ્રભુતામાં પગલાં, 4000 સ્વયંસેવકો રહેશે ખડેપગે

સુરતમાં વસતા આહિર સમાજના 31માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 189 યુગલો લગ્નના પવિત્ર બંધને બંધાઈને પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મોરારિબાપુ સહિતના મહાનુભાવો લગ્નના બંધને બંધાનાર નવયુગલોને આશિર્વાદ આપવા આવશે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સુચારુરૂપે જળવાઈ રહે તે માટે 4000 સ્વયંસેવકો ખડેપગે સેવા આપનાર છે.

આ પણ વાંચોઃ સુરતમાં માનસિક દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મ, રૂપિયાની લાલચ આપીને કરી બળજબરી

1 લાખ લોકો હાજર રહેશે

સમૂહલગ્ન અંગે પ્રમુખ જીતુભાઈ કાછડે વિગતો આપતા કહ્યું કે, સમાજમાં ખોટો ખર્ચ અટકે તે હેતુથી આ લગ્નોત્સવ યોજવામાં આવે છે. ત્યારે હવે ભણેલા ગણેલા, ડોક્ટર-એન્જિનિયર પણ સમાજને નવો રાહ ચિંધતા હોય તે આ સમૂહ લગ્નમાં ભાગ લેવાના છે. લગભગ એવા 30 કપલ છે. જે હાઈ એજ્યુકેટેડ છે. સાથે જ સમાજના તમામ તબક્કાના લોકોએ એક જ પટાંગણમાં દિવ્ય લગ્નગ્રંથીથી જોડાનાર છે. લગ્નના બંધને બંધાનાર યુગલોને આશિર્વાદ આપવા ગુજરાતભરમાંથી સમાજના 300થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. અંદાજે 1 લાખથી વધુ લોકો આ પ્રસંગમાં હાજરી આપશે.

સામાજિક કાર્યો પર થશે

મનીષા આહિરે કહ્યું કે, સમૂહ લગ્નની સાથે સાથે સામાજિક જનજાગૃતિ કેળવાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃત અભિયાનની પણ જ્યોત જગાવવામાં આવશે. જળ એ જ જીવનનું સૂત્ર પણ સાર્થક કરવામાં આવશે. મેડિકલ કેમ્પમાં સમાજના 200થી વધુ ડોક્ટર પોતાની સેવા આપવાના છે. સાથે જ લગ્ન કરનાર દરેક દીકરીઓને 51 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો