રાજકોટ મનપામાં 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા, શહેર ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન
રાજકોટમાં મહાનગર પાલિકાના અધિકારીઓના રાજીનામા મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TRP કાંડ બા

રાજકોટમાં મહાનગર પાલિકાના અધિકારીઓના રાજીનામા મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TRP કાંડ બાદ અત્યાર સુધી કુલ 18 અધિકારીઓએ રાજીનામું આપ્યું છે. તેમજ બીજી અનેક સરકારી ભરતીઓ સહિત રાજકોટ મહાનગર પાલિકામાં પણ પુષ્કળ જગ્યાઓ ખાલી પડી છે તે છતાં સરકાર ભરતી કરતી નથી. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સાથે સવાલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : VIDEO: રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, મોડીરાત્રે રોડ પર સ્ટંટબાજી; મુસાફરોના જીવને જોખમ
તેમણે જણાવ્યું હતું કે, "જે અધિકારીઓ રાજીનામા આપ્યા છે તેમાં તેમના અંગત કારણો પણ હોઈ શકે છે, પદાધિકારીઓના દબાવમાં આવીને કોઈ અધિકારીએ ક્યારેય રાજીનામું આપ્યું નથી. મનપામાં 45 વર્ષથી ભાજપનું શાસન છે કોંગ્રેસનું શાસન માત્ર પાંચ વર્ષ રહ્યું છે, કોંગ્રેસના આક્ષેપોનો જવાબ મારે આપવાની જરૂર નથી. કોર્પોરેશનમાં અધિકારીઓને કર્મચારીઓની ભરતી મામલે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું."




