મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના દરિયાકાંઠેથી સતત ત્રીજા દિવસે ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય જળસી

ગુજરાતના દરિયાકાંઠેથી  સતત ત્રીજા દિવસે ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય જળસીમામાંથી 173 કિલોનું 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદર નજીક જળસીમામાં આ  કાર્યવાહી કરવામાં આવી છે. મળતા બંને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા

ગત રોજ ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી કરતા 600 કરોડની કિંમતના 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCB અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો