મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 16 યુવક-યુવતીઓને દારૂનો નશાની હાલતમાં ઝડપાયા, ઈન્ફ્લુએન્સર કુશલ શાહે આયોજીત કરી હતી પાર્ટી

અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા, પંચ

Ahmedabad news: 16 યુવક-યુવતીઓને દારૂનો નશાની હાલતમાં ઝડપાયા, ઈન્ફ્લુએન્સર કુશલ શાહે આયોજીત કરી હતી પાર્ટી

અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા, પંચવટી વિસ્તારના એક ફ્લેટના ટેર્રેસમાં દરોડો પાડી પોલીસે 16 યુવક-યુવતીઓને દારૂનો નશો કરેલી હાલતમાં પકડ્યાની વિગતો છે. ઈન્ફ્લુએન્સર તરીકે કાર્યરત કુશલ શાહ નામના વ્યક્તિએ ગેટ-ટુ-ગેધરના નામે ડી.જે. મ્યુઝિક અને ડાન્સ સાથે પાર્ટી યોજી હતી તેની ધમાલથી કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. 

 30 લોકોમાંથી 12 યુવક અને ચાર યુવતી નશો કરેલી હાલતમાં

યુનિવર્સિટી પોલીસે દરોડો પાડયો ત્યારે હાજર 30 લોકોમાંથી 12 યુવક અને ચાર યુવતી નશો કરેલી હાલતમાં હોવાનું જણાતાં મેડિકલ ટેસ્ટની કાર્યવાહી કરાઈ છે. હવે, ઉત્તરાયણના તહેવાર દરમિયાન પોશ વિસ્તારમાં દારૂ અને ડાન્સ પાર્ટી પકડાતાં ફરિયાદ નોંધવા તજવીજ ચાલે છે.

આ સમાચાર શેર કરો