૧૫ ગુજરાતીઓને શ્રીલંકામાં કેદ કરી દેવાયા, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પીએમ મોદીને લખ્યો પત્ર
૧૫ ગુજરાતીઓને શ્રીલંકામાં કેદ કરી દેવા મામલે ગુજરાત કોંગ્રેસ

૧૫ ગુજરાતીઓને શ્રીલંકામાં કેદ કરી દેવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમને વિડીયો જાહેર કરી કહ્યું કે, ‘ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા ૧૫ જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (CRP) ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી, ત્યાંથી હાઈજેક કરી, મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે. આજે શ્રીલંકાની જેલમાં કેદ આપણા ગુજરાતીઓ અને મ્યાનમારમાં ઉઠાવી જવામાં આવેલા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત કરાવવા તેમજ સહીસલામત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય, એમ્બસી તથા વડાપ્રધાનશ્રીને ઈ-મેઈલ દ્વારા વિનંતી કરી.’




