મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વેકેશનમાં વતનથી પિતા પાસે આવેલા 14 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત

હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે આ વેકેશનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બાળકોન

વેકેશનમાં વતનથી પિતા પાસે આવેલા 14 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત

હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે આ વેકેશનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરૂણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું. તરૂણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો. આશાસ્પદ તરુણના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સંબંધીના ઘરની લિફ્ટ બની કાળ

નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશાના ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનુ ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ (14 વર્ષ) વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. 

લિફ્ટમાં માથું ફસાયું

ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનુ માથું ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો