VIDEO BREAKING: સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે 14 પીઆઈની બદલી, નવા નિમણૂક સ્થળે તાત્કાલિક અસરે હાજર થવા સૂચન
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ તંત્રમાં એક સાથે 14 પીઆઈની બદલી કરી દેવાઈ છે. જિલ્લા પોલીસ વડાએ જિલ્

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ તંત્રમાં એક સાથે 14 પીઆઈની બદલી કરી દેવાઈ છે. જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૧૪ પી.આઈની એકસાથે બદલી કરી છે. અગાઉ ૪૪૩ પોલીસકર્મીઓની સામૂહિક બદલી બાદ હવે પી.આઈ કક્ષાએ થયેલા આ મોટા ફેરફારથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
તમામ બદલી પામેલા અધિકારીઓને તેમના નવા નિમણૂક સ્થળે તાત્કાલિક અસરથી હાજર થવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આમ સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સુધારવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનુ મનાય છે.




