VIDEO: સુરેન્દ્રનગરમાં ફેલાયેલા રોગચાળા માટે દૂષિત પાણી જવાબદાર, રોષે ભરાયેલા સ્થાનિકો ઉપવાસ પર ઉતર્યા
સુરેન્દ્રનગર શહેરમાં ફાટી નીકળેલા ગંભીર રોગચાળા મુદ્દે આખરે દૂષિત પાણી જવાબદાર હોવાનું સ

સુરેન્દ્રનગર શહેરમાં ફાટી નીકળેલા ગંભીર રોગચાળા મુદ્દે આખરે દૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેના વિરોધમાં રોષે ભરાયેલા શહેરીજનોએ હવે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. નર્મદાની કેનાલ પર ગંદગીના ઢગલા ખડકાયા છે અને માટી મિશ્રિત ગંદું પાણી સીધું ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરના ફિલ્ટર પ્લાન્ટ પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે લોકોને અશુદ્ધ પાણી મળી રહ્યું છે.
દૂષિત પાણીના કારણે શહેરમાં કોલેરા અને ઝાડા-ઉલટી સહિતના કેસોના દર્દીઓની સંખ્યામાં વધી છે. ડેમ તેમજ કેનાલની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને લોકોને શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સ્થાનિકો ઉપવાસ પર ઉતર્યા છે.




