રાજ્યમાં મેઘ મહેર: મોરબીના ટંકારામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ, નડિયાદ અને બોરસદમાં 13- 13 ઇંચ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ટંકારામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ
રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર થઈ છે. મોરબીના ટંકારામાં આભ ફાટ્યું છે, ટંકારામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ટંકારામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા
ટંકારામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા..ભારે વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ ગોધરામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગોધરાના મોરવા હડફમાં 14 ઈંચ, નડિયાદ અને બોરસદમાં 13- 13 ઇંચ વરસાદ, તારાપુર અનેવાંકાનેર માં પણ 12- 12 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.






