સાબલવાડ પાસે અંધજન મંડળની ઈકો કારે પલટી મારતા 13 બાળકો ઘાયલ
સાબરકાંઠા: ઈડર તાલુકાના સાબલવાડ અને ભવાનગઢ વચ્ચે અંધજન મંડળની ઈકો કારે પલટી મારી હતી. ઈ

સાબરકાંઠા: ઈડર તાલુકાના સાબલવાડ અને ભવાનગઢ વચ્ચે અંધજન મંડળની ઈકો કારે પલટી મારી હતી. ઈકો કાર ગટરમાં ફસાઈ હતી ત્યારબાદ અચાનક કારે પલટી મારી હતી.
ઈકોમાં અંધજન મંડળના ૧૩ જેટલા બાળકો સવાર હતા. ઈકોમાં સવાર ૧૩ બાળકોમાંથી ૭ જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ તેમજ એક બાળક સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાળકને ઈડરમાં હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો છે.
ઈડરની ખાનગી શાળામાંથી બાળકો પરત આવતા હતા તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો. અકસ્માતને પગલે વાલીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ ઈડર પોલીસને થતા પોલીસ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી છે.






