મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતાં અચાનક ઢળી પડ્યો

રાજકોટમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. 11 વર્ષના માસૂમનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે.

રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતાં અચાનક ઢળી પડ્યો

રાજકોટમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. 11 વર્ષના માસૂમનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો દેવરાજ કારેલીયા નામના 11 વર્ષના બાળકનું અચાનક હૃદય બંધ પડી જતા મોત નિપજ્યું છે. બાળક ઘર પાસે અન્ય બાળકો પાસે બેસીને વાતો કરતો હતો, તે દરમ્યાન અચનાક તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.

બાળકના પિતાએ  હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું

ઘટનાની જાણ તુંરત જ પરિવારના સભ્યોને થતાં તે દોડી આવ્યા હતા. બાળકના પિતાએ પ્રાથમિક સારવાર એટલેકે હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું, પણ બાળકે કોઈપણ રિસ્પોસ આપ્યો નહોતો.

આ પણ વાંચો: અમદાવાદ: દર્દીઓના કાળ બનેલા કસાઈખાનાના મુખ્ય આરોપીઓ હજુ ફરાર, પકડાશે કે પછી....

ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો

બાળકને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બાળકનું અકાળે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

આ સમાચાર શેર કરો