મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ: કેશોદના ખીરસરા ઘેડમાં 11 બાળકીઓને ફૂડ પોઇઝનિંગની અસર

જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસરા ઘેડ ગામમાં 11 બાળકીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસ

જૂનાગઢ: કેશોદના ખીરસરા ઘેડમાં 11 બાળકીઓને ફૂડ પોઇઝનિંગની અસર

જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસરા ઘેડ ગામમાં 11 બાળકીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક ધાર્મિક પ્રસંગ દરમિયાન બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી.

11 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર

કેશોદના ખીરસરા ઘેડ ગામમાં એક ધાર્મિક પ્રસંગમાં 30 જેટલી બાળકીઓનું જમણવાર હતું તેમાંથી 11 જેટલી બાળકીઓને પેટમાં દુખાવો અને ઉલટીની સમસ્યા થઇ હતી. બનાવની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: VIDEO: લીંબડીમાં વસ્તુના ભાવ વધુ લેવા મામલે થઈ બબાલ, હોટલ સ્ટાફે ગ્રાહકોને માર્યો માર

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાળકીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ફૂડ પોઇઝનિંગની અસર જણાતા કેશોદ ખાતે ખસેડવામાં આવી હતી. 7 દીકરીઓ સરકારી દવાખાનામાં જ્યારે 4 દીકરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. અન્ય બાળકીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે બાળકીઓ સ્ટેબલ છે.

આ સમાચાર શેર કરો