મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: 10 IPS અને 240 PIને પ્રમોશન તો મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું?

ગુજરાત પોલીસ પહેલાં હર્ષ પછી દુઃખની અવસ્થામાં

Gujarat news: 10 IPS અને 240 PIને પ્રમોશન તો મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું?

 ગુજરાત પોલીસ પહેલાં હર્ષ પછી દુઃખની અવસ્થામાંથી પસાર થઈ રહી છે. IPS અને PI કેડરમાં પ્રમોશન આપી દેવાયા પછી મહિનાઓથી પોસ્ટિંગ નહીં અપાતાં હર્ષ પછી દુઃખની સ્થિતિ સર્જાઈ છે. ચર્ચા તો એવી છે કે, નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવી રહી છે. ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મહેસાણા-કલોલને પોલીસ કમિશનરેટ બનાવવા અને કચ્છ-બનાસકાંઠા બોર્ડર રેન્જનું વિભાજન કરવાના મુદ્દે કોકડું ગુંચવાયું છે. હવે, ગુજરાત દિવસે ગિફ્‌ટ આપી ગૂંચવાડો દૂર કરાશે તેવી ચર્ચા છે.

નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવે છે

ગુજરાતમાં 12 આઈપીએસ મહિના વિતી ગયાં પછી પણ પોસ્ટિંગની રાહ જૂએ છે. ડીજીપી અને એસપી રેન્કના એક-એક ઉપરાંત 10 આઈપીએસને એસ.પી.માંથી ડીઆઈજી રેન્કમાં પ્રમોશન આપી દીધા પછી છ-છ મહિના વિતવા છતાં પોસ્ટિંગ અપાયાં નથી. હવે, આઈપીએસ લોબીમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, 10 આઈપીએસને પ્રમોશન પછી છ મહિનાથી પગાર મળ્યો નથી. પગાર કયા હેડમાંથી કરવો તેની અસમંજસના કારણે 10 આઈપીએસને જ્યારે પોસ્ટિંગ અપાશે તે પછી જેટલા મહિનાનો બાકી હશે તે પગાર અપાશે. 

આ સમાચાર શેર કરો