સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત 1નું મોત
સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી અકસ્માતની સતત ઘટનાઓ સામે આવી રહી છે. દિવસેને

સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી અકસ્માતની સતત ઘટનાઓ સામે આવી રહી છે. દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. સાયલા-ચોટીલા હાઈવે પર પૂરપાટ જતી ફોર્ચ્યુનર કારે બાઈકચાલકને ટક્કર મારી દૂર સુધી ઢસેડી હતી. જેથી બાઈક કાર અને બાઈક સળગીને ખાખ થયા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સુરેન્દ્રનગરના સાયલા નજીક એક કારે બાઈકચાલકને અથડાવીને દૂર સુધી ઢસડી જતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બાઈક અને ફોર્ચ્યનર કાર ત્યાં જ ભડભડ સળગી ઉઠયા હતા. ઘટનાસ્થળે યુવકનું મોત થઈ જતા કારચાલક પોતાની કાર મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બીજા તરફ અકસ્માત સ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો અને મેડિકલ ટીમ દોડી આવી હતી. જો કે, યુવકનું મોત થતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈ ટ્રાફિક હળવો કરાવીને કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




