VIDEO: ધોરાજીમાં રિક્ષા પલટી જતાં 1નું મોત, 3ને ઈજા
ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી સવારી રિક્ષાના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ગોથા ખાઈને પલટ


ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી સવારી રિક્ષાના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ગોથા ખાઈને પલટી મારી ગઈ, જેમાં સવાર 50 વર્ષીય શોભાબેન વલ્લભભાઈ સોંદરવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, સ્થાનિક લોકો અને વાહનચાલકોની ત્વરિત મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.




