મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

2027માં Katrina Kaif કમબેક કરશે? એક્ટ્રેસની ટીમે આપ્યું સત્તાવાર નિવેદન 

Katrina Kaif Comeback News is Fake: બોલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફના ચાહકો જેઓ તેના ફરીથી સિલ્વર સ્ક્રીન પર આવવાની

2027માં Katrina Kaif કમબેક કરશે? એક્ટ્રેસની ટીમે આપ્યું સત્તાવાર નિવેદન 
આ સમાચાર સાંભળો

Katrina Kaif Comeback News is Fake: બોલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફના ચાહકો જેઓ તેના ફરીથી સિલ્વર સ્ક્રીન પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કૅટરિના કૈફની સત્તાવાર ટીમે તે તમામ અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે એક્ટ્રેસ વર્ષ 2027માં એક્ટિંગમાં કમબેક કરવાની યોજના બનાવી રહી છે અને OTT પ્રોજેક્ટ્સ માટે સ્ક્રિપ્ટો શોધી રહી છે. કૅટરિનાની ટીમે આ અહેવાલોને માત્ર એક અફવા અને ખોટી માહિતી ગણાવી છે.

માતૃત્વનો આનંદ માણી રહી છે કૅટરિના

છેલ્લા કેટલાક મહિનાઓથી મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે પુત્ર ‘વિહાન’ના જન્મ બાદ બ્રેક પર ગયેલી કૅટરિના કૈફ હવે ડિજિટલ ડેબ્યૂ કરવા માટે ઉત્સુક છે અને યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છે. આ તમામ અફવાઓનો અંત લાવતા કૅટરિના કૈફની ટીમે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.

ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, “કૅટરિના કૈફના ભવિષ્યના એક્ટિંગ પ્લાન્સને લઈને મીડિયામાં જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં બિલકુલ સચ્ચાઈ નથી. આ અહેવાલો સંપૂર્ણપણે અટકળો અને ખોટી માહિતી પર આધારિત છે, જેની કોઈ ચકાસણી કરવામાં આવી નથી.” આ નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કૅટરિનાએ હાલમાં મનોરંજનની દુનિયામાં વાપસી માટે કોઈ જ પ્લાનિંગ કર્યું નથી.

વર્ષ 2024માં જોવા મળી હતી છેલ્લી ફિલ્મ

કૅટરિના કૈફ છેલ્લે વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદથી તે મોટા પડદા અને લાઈમલાઈટથી દૂર રહીને પોતાના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પુત્ર ‘વિહાન’ને લાઈમલાઈટથી રાખ્યો છે દૂર

કૅટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલે 7 નવેમ્બર 2025ના રોજ તેમના પુત્ર વિહાનનું દુનિયામાં સ્વાગત કર્યું હતું. આ સ્ટાર કપલે શરૂઆતથી જ એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના પુત્રના જીવનને સંપૂર્ણપણે ખાનગી રાખવા માંગે છે. તેમણે પોતાના બાળકને મીડિયા અને સોશિયલ મીડિયાની ઝાકઝમાળથી દૂર રાખ્યો છે. જાન્યુઆરી 2026માં એક જોઈન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે બાળકના નામનો ખુલાસો કર્યો હતો. ‘વિહાન’એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ‘પરોઢ’ અથવા ‘સૂર્યોદય’ થાય છે.

તાજેતરમાં જ વિકી કૌશલે એક ઈન્ટરવ્યુમાં પિતૃત્વના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પિતા બનવું એ તેમના જીવનનો અત્યાર સુધીનો સૌથી અદ્ભુત અને જમીન સાથે જોડી રાખનારો અનુભવ રહ્યો છે. હાલમાં કૅટરિના પોતાની મધરહૂડ લાઈફ એન્જોય કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં તેની ફિલ્મોમાં વાપસીની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

આ સમાચાર શેર કરો