Katrina Kaif ની પ્રેગ્નેન્સી વિશે પહેલીવાર વિકી કૌશલે આપી પ્રતિક્રિયા, આવું હતું રિએક્શન

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં જોરદાર અભિનય માટે જાણીતો છે. અને વધુ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ લઈને આવ્યો છે. ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર 28 જૂને લોન્ચ કરાયું હતું. જેને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન જ પેપ્સે વિકી કૌશલને કેટરિના કૈફની પ્રેગ્નન્સી વિશે પૂછતા એક્ટરે જે જવાબ આપ્યો તેનાથી બધાની બોલતી બંધ થઈ ગઈ.
વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. કેટરીનાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર અવારનવાર આવતા રહે છે. પરંતુ વિકીએ હવે મીડિયામાં આનો જવાબ આપી દીધો અને ફેન્સને પણ તેનો જવાબ મળી ગયો હશે.
જ્યારે આવશે ત્યારે સૌથી પહેલા હું તમને કહીશ
ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના ટ્રેલર લોન્ચ વખતે જ્યારે પેપ્સે વિકી કૌશલને પૂછ્યું કે, રિયલવાળા ગુડ ન્યૂઝ ક્યારે આવશે? વિકી કૌશલ આના પર પહેલા સ્મિત કરીને જવાબ આપ્યો કે, 'જ્યારે આવશે ત્યારે સૌથી પહેલા હું તમને કહીશ. અત્યારે અમે જે ખરાબ સમાચાર લઈને આવ્યા છીએ તેનો આનંદ માણો, પરંતુ જ્યારે તેનો સમય આવશે, ત્યારે હું ચોક્કસપણે બધાને બતાવીશ.'
મીડિયાએ વિકી કૌશલને કાઉન્ટર કર્યો
'બેડ ન્યૂઝ'ના ટ્રેલર લોન્ચમાં ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. પરંતુ ઈવેન્ટ દરમિયાન મીડિયાએ વિકી કૌશલને કાઉન્ટર કર્યો કારણ કે ફિલ્મનો વિષય જ કંઈક એવો છે કે તેના પર સવાલો ઉભા થાય. વિકીએ પણ રમૂજી રીતે જવાબ આપ્યો જેનાથી બધા હસી પડ્યા.
'બેડ ન્યૂઝ' ક્યારે રિલીઝ થશે?
ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. આનંદ તિવારી બોલિવૂડ એક્ટર રહી ચૂક્યા છે અને હવે ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ફિલ્મ બેડ ન્યૂઝ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને દરેકને તેનું ટ્રેલર પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

