શું આલિયા ભટ્ટ હોરર કોમેડી ફિલ્મ ચામુંડામાં જોવા મળશે, આ મામલે અમર કૌશિકનું નિવેદન
બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા ચર્ચમાં રહેતી હોય

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા ચર્ચમાં રહેતી હોય છે, હાલ તે બે ફિલ્મો કરી રહી છે. જેમાં તે YRFની આલ્ફા અને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળશે. દરમિયાન, એવા અહેવાલો છે કે આલિયા ભટ્ટ દિનેશ વિજાનની ફિલ્મ ચામુંડામાં જોવા મળશે. તે મેડોકના હોરર કોમેડી બ્રહ્માંડનો ભાગ બનવાની છે. દિગ્દર્શક અમર કૌશિકે હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમર કૌશિકે મેડોક હોરર કોમેડી બ્રહ્માંડમાં કામ કર્યું છે.
શું આલિયા મેડોક હોરર બ્રહ્માંડનો ભાગ બનશે?
મેડોક હોરર કોમેડી બ્રહ્માંડમાં આલિયાના પ્રવેશ વિશે એક વાતચીતમાં અમર કૌશિકે કહ્યું, "જ્યારે આવું થશે ત્યારે બધાને ખબર પડશે. હું તેનો ઇનકાર કે પુષ્ટિ કરી રહ્યો નથી. બધું ટાઈમલાઈન પર છે. અમે ફક્ત વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને પછી કાસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે કલાકારોના આધારે સ્ક્રિપ્ટો અને વાર્તાઓ લખતા નથી. સદનસીબે, એવું થતું નથી.' વધુમાં કહ્યું કે, "પ્રેક્ષકો હવે વધુ અપેક્ષા રાખી રહ્યા છે. અમે તેમની અપેક્ષાઓ પૂરી કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે આ દર્શકો માટે બનાવી રહ્યા છીએ."
આલિયા ભટ્ટને છે સુપરનેચરલ થ્રિલરમાં રસ
એક અહેવાલ મુજબ આલિયા ભટ્ટ હંમેશાથી દિનેશ વિજાન સાથે ઘણી ફીચર ફિલ્મો માટેની વાતચીતમાં સામેલ રહી છે. હવે, તે પ્રોડ્યુસર સાથે કોલેબોરેટ કરવા જઈ રહી છે. અભિનેત્રીને એક મનોવૈજ્ઞાનિક સુપરનેચરલ થ્રિલરમાં ઘણો રસ પડ્યો છે. આ મુદ્દે વાતચીત ચાલુ છે.








